આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારના રોજ કરજણ નજીક આવેલી હોટલ ઓનેસ્ટ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટની સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે અતિથીઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમના વક્તા સૈયદ ઇમ્તિયાઝ અલી કાદરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર તરફથી જે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ માઈનોરિટી સમાજને મળે છે તેની અમે ખ્યાલ રાખીશું.
લઘુમતીઓએ કોંગ્રેસ પર જે વિશ્વાસ મૂક્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દેશમાં જેટલો અન્ય જ્ઞાતિના લોકોનો અધિકાર છે એટલો જ લઘુમતીઓનો પણ છે. કોંગ્રેસે શ્વેત ક્રાંતિ લાવી મોટા મોટા ડેમ બનાવ્યા તેમજ ઇન્દિરા આવાસ યોજના પણ કોંગ્રેસે શરૂ કરી હતી એમ તેઓએ જણાવ્યું હતું.
કોંગ્રેસ બિનસાંપ્રદાયિક પક્ષ છે, સૌ સાથે સરખી ન્યાય કર્યો છે એમ તેઓએ જણાવ્યું હતું. અંતમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સમિતિના અધ્યક્ષ મહેબુબ ભાઈ મલેકે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસ માયનોરિટી સમિતિના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. મિર્ઝા સાહેબ, કોંગ્રેસ માઈનોરિટી સમિતિના કાર્યકારી પ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ અલી કાદરી, ગુજરાત કોંગ્રેસ માઈનોરિટી સેલના મહિલા અધ્યક્ષા તસલીમા બેન બલોચ, વડોદરા જિલ્લા કોંગ્રેસ માયનોરીટી સેલના પ્રમુખ મહેબુબભાઈ મલેક તેમજ કરજણ તાલુકાના માઈનોરિટી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ