Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે સરકારી જમીન ઉપરનાં દબાણ બાબતે સરપંચની આત્મવિલોપનની ચીમકી…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન વસાવાએ સરકારી જમીનો પરના દબાણ બાબતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

મળતી વિગતો મુજબ ટોઠીદરા ગામમાં સરકારી જમીનો ઉપર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવાનો પ્રશ્ન વર્ષો જૂનો હોવાની વાત સાથે ગામના મહિલા સરપંચે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુમાં જણાવાયા મુજબ સરકારી જમીનો પર અસામાજીક તત્વો દ્વારા દબાણો બાબતે ટોઠીદરા ગ્રામ પંચાયત સજાગ બની છે. ટોઠીદરા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ ગીતાબેન લાલજીભાઈ વસાવાએ જીલ્લા કલેકટરને સરકારી જમીનો પર દબાણ બાબતે આક્રમક લેખિત રજૂઆત કરીને દબાણો દૂર નહી થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

ટોઠીદરા ગામના સરપંચ ગીતાબેન લાલજીભાઈ વસાવાએ જણાવ્યુ છે કે સીમતળની જમીનમાં આવેલ સરકારી પડતર જમીનોમાં કેટલાક માથાભારે તથા અસામાજિક તત્ત્વોએ પગ પેસારો કરી તેનું ગેરકાયદેસર ખેડાણ કરી નાંખેલ છે. ગામના મુંગા પશુઓને ચરણ માટે પણ તસુ ભાર જમીન બચેલ નથી. માત્રને માત્ર કાગળ ઉપર જ સરકારી જમીનો ખુલ્લી છે. ગ્રામ પંચાયત ટોઠીદરા દ્વારા રેન્જ ફોરેસ્ટ ઝઘડિયાને સામાજિક વનીકરણ માટે આપેલી જમીનો ઉપર ગામના માથાભારે ઇસમોએ કબજો જમાવી દીધો છે. વારંવાર આ બાબતે રેન્જ ફોરેસ્ટ અધિકારીને પણ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટોઠીદરા ગામનું સરકારી જમીનનું કૌભાંડ સમગ્ર જિલ્લામાં સૌથી મોટું છે. જેની તપાસ કરી આવા તત્વો સામે ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એકટ પ્રમાણે કાર્યવાહી કરી સજા કરવામાં આવે તેમ જણાવાયું છે.

વધુમાં જણાવાયા મુજબ આ અગાઉ ગ્રામ પંચાયત ટોઠીદરા દ્વારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં તેનું કોઇ પરિણામ આવેલ નથી. જો દિન ૭ માં સરકારી જમીન ઉપર દબાણો દૂર નહીં કરવામાં આવેતો સરપંચ દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે, એવી રજુઆત કરીને આ બાબતે ગંભીર નોંધ લઇને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેમ રજૂઆતમાં જણાવાયું છે. ટોઠીદરા ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાતા સમગ્ર ઝઘડિયા તાલુકામાં સરકારી પડતર જમીનો પર દબાણ કરનારાઓ તેમજ ગેરકાયદેસર રીતે ખેતી કરી ઉપજ મેળવનારાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે હવે આ બાબતે તંત્ર કેવા પગલા ભરે છે તે જોવું રહ્યુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

ProudOfGujarat

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

ProudOfGujarat

વડોદરામાં ખાનગી લેબોરેટરીઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરવા ધારાસભ્ય એ કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!