Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઇવે પર કાયદો વ્યવસ્થાના હેતુથી નવી ચોકીનું ઉદઘાટન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં મુલદ ગામ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પર આજરોજ નવી બનેલ પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. ઝઘડીયા પી.આઇ વસાવાના જણાવ્યા મુજબ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર મુલદ ગામ નજીક નેશનલ હાઇવે સાથે ઝઘડીયાથી ભરૂચ જવાનો માર્ગ જોડાય છે. મુલદ ચોકડી પર ઓવરબ્રીજની નીચે નવીન બનાવેલ પોલીસ ચોકીનું આજે વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તરફથી ભરૂચ તેમજ વાયા મુલદ થઇને અંકલેશ્વર સુરત તરફ જતા વાહનોની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે નેશનલ હાઇવે સાથે આ ધોરીમાર્ગને જોડતી ચોકડી પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સઘન બને તે માટે ઝઘડીયા પોલીસ સ્ટેશનના ઉપક્રમે મુલદ ચોકડી પર નવી પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસની વધુ એક માનવતાની કામગીરી જોવા મળી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસે સતત બીજા દિવસે પરપ્રાંતિયોને રેલવે ભાડું ચૂકવ્યું.

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

ProudOfGujarat
error: Content is protected !!