Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં ઉમરા ગામમાંથી સાડા ત્રણ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લાનાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરા ગામની સીમમાંથી પોલીસ દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. ત્રણ લાખથી વધુની કિંમતનો દારૂ અને ઉમરા ગામનાં બુટલેગરને એલ.સી.બી. પોલીસે પકડી પાડયો છે.

આ બનાવની પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં દારૂ-જુગારની અસમાજીક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે તથા ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સેકટર જે.એન.ઝાલાનાં તાબના અધિકારીઓએ દ્વારા જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણનાપાત્ર દારૂ જુગારનાં કેસો શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવતા એલ.સી.બી. ભરૂચની ટીમ જંબુસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે જંબુસરનાં ઉમરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક શખ્સ દ્વારા ઉતારવામાં આવ્યો છે આ ચોકકસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડતા યોગેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ પટેલ રહે. મહાદેવ ફળિયું ઉમરાગામ તા.જંબુસર જી. ભરૂચ પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા પાઉચની પેટી નંગ 61 તથા છૂટક નાની મોટી બોટલ અને નંગ 42 મળી દારૂનો કુલ જથ્થો નંગ 1458 જેની કુલ કિંમત રૂ. 3,25,200 તથા મોબાઈલ નંગ 1 કિં. 5000 મળી કુલ મુદ્દામાલ રૂ. 3,57,200 સાથે એક શખ્સને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે તેમજ આવનારા સમયમાં ભરૂચ જીલ્લાનાં લિસ્ટેડ બુટલેગરો તથા પ્રોહિબિશનમાં વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ભરૂચ એલ.સી.બી. પી.આઇ. જે.એન. ઝાલાએ જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.નાની નરોલી ખાતે દિવાળી ઉજવણી નિમિત્તે દિવાળી મેળો યોજાયો.

ProudOfGujarat

અનુષ્કા-સોનમના વીડિયોને હરાવી અંધ કપલના વીડિયોને અવોર્ડ, સુરતના ફોટોગ્રાફરે 6 એવોર્ડ મેળવ્યા…

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભરૂચના પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઈ પટેલ ઉમેદવાર તરીકે આવે તેવી સમગ્ર પંથકમાં તીવ્ર ઈચ્છા.લોકસભાના સભ્ય ન હોવા છતાં જે ભરૂચ સંસદીય મત વિસ્તારના વિકાસની ચિંતા કરે છે તેવા એહમદભાઈને ઉમેદવાર તરીકે ઇચ્છતા લોકો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!