Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝાડેશ્વર (ભોલાવ) રોડ ઉપર રંગ હાઈટ્સ સોસાયટીના ખુલ્લા બોરમાં બાળકી ખાબકી જતા મોત, રમત રમતી વેળા ખાબકી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન

Share

ભરૂચના ઝાડેશ્વર(ભોલાવ) વિસ્તારમાં આવેલ રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલ માંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાળકીને બપોરના સમયે ગુમ થઈ હતી જે તેનો સીધો મૃતદેહ મળી આવતા સોસાયટી પંથકમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર(ભોલાવ) રોડ પર આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ નજીકની 6 વર્ષીય બાળકી ગુમ થતાં તેની શોધખોળ આરંભી હતી તે દરમિયાન રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલ માંથી 6 વર્ષીય ઓનુશ્રી અપૂર્ણ વિશ્વાસ ખુલ્લા બોરવેલમાં ખાબકી ડૂબી જવાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું હતું જેને લઇ સોસાયટીના રહીશોએ મૃતકના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરી હતી

Advertisement

બોરવેલમાં ખાતે ૬ વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કાઢી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરી હતી જેના કારણે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે જોકે રમત રમી રહેલી છ વર્ષીય બાળકીનું મોત થતા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું

જો કે જે બોરવેલ ખોદવામાં આવ્યો હતો તે ગ્રામ પંચાયતે ખોદીયો છે કે પછી બિલ્ડરે તે પ્રશ્નને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું હાલ તો પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.


Share

Related posts

નર્મદા કિનારે આવેલા ઘાટનું નામ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ નામ આપવાની માંગ કરતું આવેદન આપ્યું.

ProudOfGujarat

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!