માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઓનલાઇન નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં હરિઓમ આશ્રમ (સુરત) ના પૂજ્ય મોટાના જીવન ચરિત્ર પર આધારિત ઓનલાઇન નિબંધ, વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દરેક વિદ્યાર્થીઓ ઘરબેઠા નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાની પૂજ્ય મોટાના જીવન ચરિત્રના પુસ્તકોનું વાંચન કરી ખુબ જ સરસ તૈયારી કરી શાળાના કુલ 229 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઇ મોબાઇલમાં વિડિયો બનાવી વર્ગ શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ શિક્ષકો દ્વારા વિડિયો હરિ ઓમ આશ્રમના પ્રમુખ નવીનભાઈ ગાંધી અને ટ્રસ્ટી કૃષ્ણકાંત છત્રપતિ સેવાભાવી નવીનભાઈ રંગુનવાલાને મોકલવામાં આવ્યા. ટ્રસ્ટીઓ દ્વારા વિડિયો નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા.
જેથી તેમણે સ્કૂલની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી પ્રથમ, દ્વિતીય અને તૃતીયને ઇનામો અને દરેક વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા.
વાંકલ હાઈસ્કૂલનાં આચાર્ય પારસભાઈ મોદી અને કેળવણી મંડળ તેમજ શિક્ષકો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.