Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના વલણ ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Share

કરજણના વલણ ગામે *”ટીકિકા અકેડમી અને CSC અકેડમી”* ના સંયુક્ત ઉપક્રમે *72મા પ્રજાસતાક પર્વની ઉજવણી* સાદગીપૂર્ણ અને સરકારની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી હતી.

પર્વની શરૂઆત તિલાવતે કુર્આનથી કર્યા બાદ છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી, મહેમાનોનુ શબ્દગુચ્છથી અભિવાદન બાદ ચાર બાળકોએ પ્રજાસતાક દિન વિશે ચોટદાર વિચારો રજુ કર્યા ત્યારબાદ દેશભક્તિ ગીત, ઝંડા ગીત દ્વારા ભારત દેશની ગરીમા અને ભવ્યતાનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું. અકેડમીના ડાયરેકટર તૌસીફ કિકાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.

Advertisement

પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે પધારેલા વલણ હાઈસ્કૂલના પ્રમુખ ઈખરિયા યુસુફ એ બાળકોને ઉદ્દબોધન કરતા કહ્યું કે, “જીવનમા કઈક સારું મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જો તમે તરક્કી કરવા માગતા હોય તો માતા-પિતા, વડીલો અને તમારા શિક્ષકોનો આદર કરો; એમનું કહેવું માનો તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવી આપણા સમાજમાંથી અભણતાને દૂર કરો.”
તૌસીફ કિકાએ છાત્રોના વાલીઓને એમની બંધારણીય ફરજ યાદ અપાવતા કહ્યું કે, “તમારા બાળકો ફરજીયાત શિક્ષણ મેળવી સમાજ અને દેશ માટે ઉપયોગી બને એવા સંસ્કારોનું સિંચન કરો. સાથે સાથે બાળકોને ભારતના બંધારણે આપેલ મૂળભૂત હક ‘શિક્ષણ મેળવવાનો અધિકાર’ છે તો તમારે બાળ મજુરી તરફ ન જતાં જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવાની છે.”

આ પ્રસંગે , માજી તાલુકા સદસ્ય ઈશાક દરવેશ, વલણ હોસ્પિટલના પ્રમુખ અબ્દુલવલી મટક, સન્માનિત શિક્ષક બશીર રાજા ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરત : વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની માંગ કરી.

ProudOfGujarat

28 કરોડના ખર્ચે બનેલા પોઇચા શ્રી રંગ સેતુ બ્રિજના સમારકામ પાછળ પણ કરોડોનું આંધણ.

ProudOfGujarat

રીક્ષા માંથી વિદેશી દારૂ નું વેચાણ કરતા ઝડપાયા … રીક્ષા અને વિદેશી દારૂ મળી કુલ રૂ ૧૦૬૫૦૦ ની મત્તા જપ્ત ૨ ઈસમોની અટક …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!