– ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યની મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત..
– અમે અમારો ઉમેદવાર જાતે નક્કી કરીશું સ્થાનિકોનો હુંકાર.. ઉભરાતી ગટરોમાં બાળકો તણાઇ જતા હોવાના આક્ષેપ..
– ગટર લાઇનમાં પીવાના પાણીની પાઈપ લાઈનથી સ્થાનિકોને રોગચાળાની દહેશત..
– ફુરજા બંદરથી બહુચરાજી ઓવારા સુધી ગંદકીનું સામ્રાજ્ય..
સમગ્ર ભરૂચ જિલ્લામાં નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો નક્કી થતાં જ મતદારોમાં પણ માળખાકીય સુવિધાના અભાવે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર ૯ માં ભાજપના ગઢ સમાન ગણાતા વિસ્તારોમાં મતદારોએ પણ પોતાના વોર્ડમાં પોતાનો ઉમેદવાર ઉભો કરવા માટેનો હુંકાર કર્યો છે સમગ્ર વિસ્તારમાં લોકો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો નક્કી થતા જ મતદારો પણ હવે પોતાનો મિજાજ બતાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૯ કે જે ભાજપનો ગઢ સમાન ગણાય છે તે વોર્ડમાં જ લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે બહુચરાજી નર્મદા ઉમરાળાથી માંડી ઊંઝા બંદર સુધીનો સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. દુર્ગંધના કારણે મોડી રાત્રિએ મચ્છરોના ઉપદ્રવથી પણ સ્થાનિકોને ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે પરંતુ સ્થાનિક નગરસેવકો આ વિસ્તારમાં ફરકતા સુધ્ધાં ન હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે લોકો પણ નર્કાગારની સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે.
પીવાના પાણીની પાઈપલાઈનો પણ ઘરની લાઇનમાંથી જ પસાર કરવામાં આવી છે જેના કારણે ગટરનાં પ્રદૂષિત પાણી પીવાના પાણી સાથે ભળતા હોવાના કારણે પ્રદૂષિત પાણી લોકો આરોગી રહ્યા હોવાના આક્ષેપો થયા છે
તો વોર્ડ નંબર નવમાં તળતી મસ્જિદ નજીક સ્થાનિકોએ પણ તાજેતરમાં યોજાનારી ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર પોતે નક્કી કરશે તેવો હુંકાર કર્યો છે કારણ કે ચૂંટણી બાદ નગરસેવકો ભુગર્ભમાં ઉતરી જતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને મતદારોને માત્ર ઠાલા વચનો જ આપવામાં આવતા હોય છે જેના કારણે તાજેતરમાં યોજાનારી ચૂંટણીમાં લોકોએ પોતે પોતાના ઉમેદવારો જાતે નક્કી કરશે તેઓ હુંકાર કરી કેટલાય વિવિધ પક્ષોના ઉમેદવારોના હોશ ઉડાવી દીધા છે.
તળતી મસ્જિદ નજીક ખુલ્લી ગટરોના કારણે મોટી સંખ્યામાં પ્રદૂષિત પાણી રોડ પરથી પસાર થતા ઘણી વખત રમત રમી રહેલા બાળકો પણ આ પાણીમાં તણાઇ જતા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે સમગ્ર પંથકમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અને તેના કારણે પણ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મતદારોએ પણ વિકાસ નહીં તો મત નહીં તેવા હુંકાર સાથે આગામી ચૂંટણીમાં પોતાનો મિજાજ બતાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર નવમાં લીમડી ચોક પ્રાથમિક શાળા ઘણા સમયથી બંધ પડી રહી છે પરંતુ આ સમગ્ર પ્રાથમિક શાળાઓ સામાજિક તત્વો માટે લોડિંગ બની ગયો છે ઘણી વખત પ્રાથમિક શાળાની અંદર દારૂની મહેફિલો જામી રહી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે બંધ પડેલી પ્રાથમિક શાળાની અંદર દેશી અને વિદેશી દારૂની બોટલોની મોટી માત્રામાં જોવા મળી રહી છે. ભરૂચના બી ડિવિઝન અને એસ.પી કચેરીની વચ્ચે આવેલી પ્રાથમિક શાળાઓમાં જ સામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો થયા છે। સમગ્ર પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હોવા છતાં તેણે ઉતારવામાં આવતી નથી અને આ પ્રાથમિક શાળા નજીક ઘર વિહોણા કેટલા લોકો આશરો મેળવી રહ્યા છે ગમે ત્યારે પ્રાથમિક શાળા ઘસી પડે અને તેઓ દબાઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે તંત્ર પણ કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ જાગૃત થતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
એક વખત હતો કે લીમડી ચોકની આ પ્રાથમિક શાળા નાના ભૂલકાઓથી ખિલખિલાટ જોવા મળતી હતી પરંતુ સમગ્ર શાળા જર્જરિત થઈ જતા તેને અન્ય સ્થળે સ્થળાંતર કરી હતી અને ત્યારથી આજદિન સુધી આ પ્રાથમિક શાળા બંધ રહી છે પરંતુ આ પ્રાથમિક શાળા સામાજિક તત્વો માટે આર્શીવાદ રૂપ બની રહી છે સમગ્ર પ્રાથમિક શાળા લાકડાઓના ટેકે ઊભેલી જોવા મળી રહી છે ઘણી વખત આ પ્રાથમિક શાળાનાં નળિયાં પણ નીચે પડી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આ જ પ્રાથમિક શાળા ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન બની ગયું છે પરંતુ શાળા ધસી પડે અને કોઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે બંધ પડેલી પ્રાથમિક શાળામાં વપરાયેલા નિરોધ તો પણ મળી આવતા આ શાળામાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
ભરૂચના મહંમદપુરા ચોકડીથી બબાખાના તરફ જવાના માર્ગ ઉપર રોડ ટચ પ્રાથમિક શાળા અત્યંત જર્જરીત અને બિસ્માર અવસ્થામાં બની ગઈ છે અને ગમે ત્યારે જ હતી પણ એટલી જ અસર વર્તાઈ રહી છે ત્યારે રોડ ટચ જજૅરીત પ્રાથમિક શાળા ધસી પડે તો મોટી હોનારત સર્જાય તેવી લોકો વ્યક્ત કરી રહ્યા છે જડિત પ્રાથમિક શાળા ધસી પડે અને મોટી કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નોને લઇ સ્થાનિકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે જર્જરિત પ્રાથમિક શાળા નજીક બાળકો પણ રમત રમી રહ્યા છે.