અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસ ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીનીયરીંગ વર્કસમાં સુરત જી. ડાભેલનાં મૌલાના મુફ્તી મેહમુદ બારડોલી સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનાબ મૌલાના સલમાન ખાનપુરી સાહેબે ભારત દેશના સ્વતંત્રતા ચળવળના સપૂતોને યાદ કર્યા હતા તથા ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલ દેશના બંધારણ અને તેના અધિકારો વિશે વિશેષ સમજ આપી હતી જયારે કારી તાહિર કરમાંદી સાહબ દ્વારા નિરાલા અંદાજમાં રાષ્ટ્રીય નાત રજુ કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોરોના જેવી મહામારીથી આ દેશને મુક્તિ મળે તે માટે દુઆ પણ ગુજારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૌલાના મુફ્તી મહેમુદ બારડોલી સાહબ, કારી તાહિર કર્માડી સાહબ, કારી ઈલ્યાસ પિરામણ, નોબેલ સ્ટીલ સ્ટાફ તથા આ ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના અંતમાં પધારેલા મહેમાનો તથા સ્ટાફગણનો આભાર માની મીઠાઇ વહેંચી કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.
Advertisement