રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાનાં બાળકો માટે ઓનલાઇન પ્રશ્નો ઉકેલો અને ઇનામ મેળવો સ્પર્ધા લેવામાં આવે છે જેમાં સુરત જિલ્લા પંચાયત સંચાલિત માંગરોલ તાલુકાની મહુવેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આશિફા ઈકબાલ ચૌહાણએ રાજ્યની ધોરણ 5 પર્યાવરણ વિષયની સ્પર્ધામાં ટોપ ટેન વિદ્યાર્થીઓ માંથી ત્રીજા ક્રમમાં આવી સમગ્ર મહુવેજ ગામનું નામ રોશન કરેલ છે જે બદલ આ ગામના સામાજિક આગેવાન મહીપતસિંહ વશી દ્વારા 26 મી જાન્યુઆરીએ વિશેષ સન્માન કરી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ છે તેમજ આ શાળાનાં ઉત્સાહી આચાર્ય રાજેન્દ્રસિંહ ચૌહાણની કામગીરીને બિરદાવી હતી સ્ટાફને પણ અભિનંદન આપ્યા હતા આ વિદ્યાર્થીની તેમજ રાજેન્દ્રસિંહ ચૌહાણને માંગરોલ તાલુકા સંઘનાં પ્રમુખ મોહનસિંહ ખેર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઈ ચૌધરીએ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.