ભરૂચમાં નગરપાલિકાની ચુંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા પક્ષ ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓની સેન્સની પ્રક્રિયા યોજાઇ હતી.
આગામી સમયમાં ભરૂચ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય જેમાં ભરૂચ, જંબુસર અને અંકલેશ્વર ત્રણ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોને સેન્સ લેવડાવવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીમાં સેન્સની પ્રક્રિયા બે દિવસ સુધી હાથ ધરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી તેના તમામ નિરીક્ષકોની ટીમ દ્વારા દરેક ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીને અનુલક્ષીને સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં આજે ભાડભૂત, પાલેજ, નબીપુર, શુકલતીર્થ, પાલેજનાં કાર્યકરોની સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે આવતીકાલે ભોલાવ, ઝાડેશ્વરનાં કાર્યકરોને સેન્સ લેવડાવવામાં આવશે ત્યારબાદ આ તમામ નિરીક્ષકો પોતાનો નિર્ણય લઈને મોવડી મંડળની મોકલશે.
ભરૂચ : આવનાર ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનાં નિરીક્ષકો દ્વારા પક્ષ ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
Advertisement