અંકલેશ્વરની ઉમરવાડા માર્ગ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં એડવોકેટ એજાઝ શેખ તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માં વિંધ્યવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના જે.જે. શુક્લા, શાળાના ટ્રસ્ટી નાઝુભાઈ ફડવાલા સહિત શાળાના આચાર્ય સ્ટાફ સામાજિક અંતર જણાવવાની ગાઈડલાઈનને અનુસરીને ઉપસ્થિત રહ્યા હતા.
એડવોકેટ એજાઝ શેખે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશ માટે આજે ખરેખર ગર્વનો દિવસ છે. દેશબાંધવોને માટે કંઈક કરી છૂટવું એ દરેકે દરેક નાગરિકની ફરજ છે. દરેક વિદ્યાર્થીએ દેશભક્તિ સહિત તમામ ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ જેને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ચરિતાર્થ કરે છે. આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળે એ ઉદ્દેશ્યને તેઓ સાર્થક કરી રહ્યાં છે એ ખરેખર આનંદની અને ગૌરવની વાત છે.
જ્યારે કે સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત એક એવો અખંડિત દેશ છે જેનું ખંડન હવે કોઈ કરી નહીં શકે. દરેકે દરેક વિદ્યાર્થીને અને દરેકે દરેક ભારતીયે જન્મથી પોતાના સંતાનોને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંસ્કાર પણ આપવા જોઈએ. સૌથી મજબૂત દેશ તરીકે ભારત આગામી વર્ષોમાં પણ આગળ આવે એવી આજના દિવસે સૌને શુભેચ્છાઓ. દેશને આગળ લાવવા માટે આવનારી પેઢી પણ સંકલ્પબદ્ધ બને એવી શુભેચ્છા પાઠવું છું.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં એડવોકેટ એજાઝ શેખ દ્વારા ધ્વજવંદન કરાયું…
Advertisement