Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સમર્થક કાર્યકરોનાં ભાજપનાં કેસરીયા ધારણ કરવાની મોસમ જામી, વાગરા તાલુકાનાં 200 થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા..!!

Share

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષોમાં તોડ જોડની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે, જેમાં ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કોંગ્રેસ સમર્થક કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી કોંગ્રેસની ઊંઘ ખરાબ કરી છે,

વાગરા તાલુકાનાં વસ્તી ખંડાલી, ખોજબલ, પખાજણ અને ચાંચવેલ ગામના 200 થી વધારે કોંગ્રેસ સમર્થક યુવાનોએ આજે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને જાકારો આપ્યો હતો.

વાગરાનાં ડિસ્ટ્રીક બેન્ક ખાતે ધારાસભ્ય અરૂણ સિંહ રાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવનાર તમામ કાર્યકરોનું ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. મહત્વનું છે કે તાલુકા સ્તરે ભરૂચનાં ઝાડેશ્વર, અંકલેશ્વર અને હવે વાગરામાં કોંગી કાર્યકરોએ કેસરીયા ધારણ કરતા કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી છે..!!!

Advertisement

Share

Related posts

સુરતમાં ચેકની લેવડ દેવડના મામલે હજીરામાં બે ગનમેન વચ્ચે ઝઘડો, બે રાઉન્ડ ફાયરિંગ..

ProudOfGujarat

વલસાડ ધરમપુર રોડ ઉપર એસ.ટી ની બ્રેક ફેલ થતા બસ રેલિંગ પર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના પી.એમ. નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!