Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે સરપંચ સંમેલનમાં CM રૂપાણીએ હાજરી આપી ભાજપા કાર્યાલયનું લોકાર્પણ કર્યું.

Share

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા પાસેના ગદુકપુર ખાતે નવનિર્મિત ભાજપાના જીલ્લા કાર્યાલય અને સરપંચ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણી હેલિકોપ્ટર મારફતે ગોધરા આવી પહોચ્યા હતા. તેમજ ગદૂકપુર ખાતે બનાવામાં આવેલા અને વિવિધ સુવિધાઓથી સજ્જ એવા ભાજપા કાર્યાલય કમલમને ખુલ્લુ મૂકવામા આવ્યુ હતું ત્યારબાદ સરપંચ સંમેલન કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનુ ફુલહાર, કડૂ. સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામા આવ્યુ હતું. સ્થાનિક સ્વરાજની તાલુકા, જીલ્લા પંચાયત, પાલિકા અને મહાનગર પાલિકાની ચુટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આજે સરપંચ સંમેલનમાં બ્યુગલ સાથે નાસિક ઢોલ વગાડીને પ્રચારની શરૂઆત કરી છે.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે આજે પંચમહાલ જીલ્લાનુ કાર્યાલયનુ લોકાપર્ણ કર્યુ છે. ભારતીય જનતા પાર્ટી કાર્યરતાની પાર્ટી છે પરિવારની પાર્ટી નથી જે કાર્યકર્તા પંચનિષ્ઠાને વરેલો છે તેવા કાર્યકર્તાની પાર્ટી છે. પાર્ટી વંશ પરાપત કરનારાઓની પાર્ટી નથી. ભાજપ કાર્યરતા સર્વધર્મ સમભાવવાળો કાર્યકર્તા છે. ઘણા કાર્યકર્તા જનસંઘ સાથેથી પાર્ટી સાથે છે. દેશમાં સામાજીક, સમરતા બને તે માટે કામ કરનારા કાર્યકતાઓ છે. સત્તા લાલચુ નહી પણ સમર્પિત કાર્યક્તા છે. સારુ કાર્યાલય બન્યુ છે કામ કરવાનુ કેન્દ્ર બને ઉત્સાહ મળે. લોકોએ વિશ્વાસ મુક્યો છે આપણને જવાબદારી સોપી છે.

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યુ હતુ કે ભાજપના સંગઠનને મજબૂત કરવા માટે પંચમહાલના કાર્યકતાઓએ ૧,૨૩,૦૦૦ પેજકમીટી બનાવી છે, પેજકમીટીનો ઉપયોગ કરીને સંગઠન મજબુત થાય તે માટેનો અમારો પ્રયાસ રહેશે. આ કાર્યક્રમમા ધારાસભ્યો, સાસંદો, રાજકીય આગેવાનો, ગામોમાંથી આવેલા સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ,રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દેશને કોરોનાથી બચાવવા પોતાના ટ્રસ્ટની હોસ્પિટલ વિનામૂલ્યે આરોગ્ય વિભાગને સુપ્રત કરતા કર્મવીરસિંહ ભામાશા માંગરોલા.

ProudOfGujarat

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યાની ઘટનાઓ બની.

ProudOfGujarat

વડોદરામાં સનસેટ સેલ્ફિ લેવા જતાં વિદ્યાર્થી કેનાલમાં ડૂબ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!