અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની સીમમાં બાજ પક્ષી મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોએ બર્ડ ફલુની દહેશતના પગલે તંત્રને જાણ કરી હતી તંત્ર દ્વારા બાજ પક્ષીના મૃતદેહનો કબજો લઈ તેની તપાસણી અર્થે મોકલવાની તજવીજ આરંભી હતી.
ભરૂચ જિલ્લામાં અનેક વિસ્તારોમાંથી પક્ષીઓ મૃત્યુ પામી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે જેમાં વેજલપુરના બામણીયા નર્મદા નદીના ઓવારા 20 કાગડાઓનાં મોત બાદ અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાંથી મૃત અવસ્થામાં બાજ નામનું પક્ષી મળી આવતા સમગ્ર ઘટનાની જાણ થતાં તંત્રએ સ્થળ પર દોડી જઇ પક્ષીના મૃતદેહનો કબ્જો લઈ તપાસ અર્થે પૂણા લેબમાં મોકલવાની તજવીજ આરંભી છે.
Advertisement