ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન મુજબ ફીલ્ડ તાલીમ માટે ભરૂચ જીલ્લામાં વર્ષ 2019 માં આવેલા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત ધનશ્યામભાઈ મહેડુ (G.P.S) ને તેઓની કરાઇ માટે ભરૂચમાં મૂકવામાં આવ્યા હતા તેઓનો તાલીમ પિરિયડ પૂર્ણ થતાં ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા તેમને નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) વર્ગ-1 તરીકેની કેવડીયા ઓથોરીટી જીલ્લો નર્મદા ખાતે નિમણૂક આપવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક સુરજીત ધનશ્યામ મહેડુએ તેમની ફિલ્ડ તાલીમ દરમિયાન ભરૂચનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવેલ છે. લોકડાઉન દરમિયાન અંકલેશ્વરનો બહુચર્ચિત અને ચકચારી રૂરલ પોલીસ સ્ટેશનનાં ઉટીયાદરા ટ્રીપલ મર્ડર કેસ ઉકેલવામાં પણ તેમને નોંધપાત્ર કામગીરી કરેલ છે. કમાન્ડો ટ્રેનિંગ પણ ઉત્તમ ગ્રેડ સાથે કરેલ છે હવેથી તેમની નિમણૂક કેવડીયા ઓથોરીટી નર્મદા જીલ્લા ખાતે થતાં ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્ટાર પીપિંગ સેરેમની કરી તેમને વિદાય આપવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં તાલીમ પામેલા સુરજીત મહેડુની કેવડીયા ખાતે નિમણૂક કરાતા વિદાય અપાઈ.
Advertisement