*ભરૂચ શહેરમાં રોજ સ્થાનિકો પોતાના વિસ્તારની પાણી, રોડ, સાફસફાઈ જેવા પ્રશ્ને લોકો રોજ હલ્લા બોલ કરી રહ્યા છે ટીવી ચેનલો પર આવી ભાજપ ના વિકાસ ના દુરપ્રચાર ના ધજાગરા ઉડાવી રહી છે
આગામી મહિનામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોય તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા મથકોમાં પ્રજા પાસે ભાજપ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેવી પરિસ્થિતિ ઉભી કરી લોકોને ભરમાવે છે તેવું કહેવાય છે. સમાચાર માધ્યમો અને લોકમુખે એવું ચર્ચાઈ છે કે ભાજપ પોતાની જીતના ખોટા તર્કઓ રચી રહી છે. દરેક જિલ્લામાં કોંગ્રેસના આધારહીન નેતા અને કાર્યકરોને તોડી ભાજપ સત્તા રચવા માગે છે. એક તરફ ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા નો સખત વિરોધ થઈ રહ્યો છે આવનારા સમયમાં પ્રજા પણ કાર્યો નો હિસાબ માંગેશેે અને ભાજપ સરકારને સણસણતો જવાબ આપશે તેવું ભરૂચ જિલ્લામાં ચોકે-ચોકે ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના આગેવાન સંદીપસિંહ મંગરોલએ ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં શામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી દબાણ નું રાજકારણ કરી અન્ય પક્ષના નેતાઓને ભાજપ માં જોડી રહ્યા છે કોંગ્રેસી કાર્યકર કૌશિક પટેલ પોતાના સમર્થકો અને અંકલેશ્વર કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી એવા ભ્રમમાં છે કે આગામી ચૂંટણીમાં જણાધાર વગર ના લોકો ને જોડી ભાજપ વિરુદ્ધ પ્રજા નો આક્રોશ દામવાના પ્રયાસ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ભાજપની આ કઈ પ્રકારની નીતિ છે? કે કોંગ્રેસના જણાધાર વગર ના નેતા ને તોડી ભાજપમાં ભેળવી દઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે. પરંતુ ભરૂચ જિલ્લામાં વાત કરીએ પ્રજાલક્ષી કાર્યોની તો ભરૂચમાં પ્રજાલક્ષી કાર્યો અને વિકાસ થયો જ નથી પ્રજાવિરોધી નીતિ ભાજપ સરકારની રહી છે. તેવું ભરૂચના ચોકે-ચોકે ચર્ચાઈ રહ્યુંછે ભાજપના શાસનમાં જનતા રોડ પર આવી રહી છે. ભાજપ સરકારની વિકાસની વાતો લોકોના મગજ પર ખોટી રીતે ઠોકી બેસાડવામાં આવી રહી છે. પોતાના શાસનમાં જો ભાજપ સરકારે વિકાસ કાર્યો હાથ ધર્યા હોય તો આજે પ્રજા આટલો બધો વિરોધ કરે છે તે ના થતું હોત વિકાસના મુદ્દાને આગળ કરી આ બધી જ બાબતો ડામવા માટે પ્રજાના મગજ પર ખોટી રીતે ભાજપ સિવાય અન્ય કોઈ પ્રજા પાસે વિકલ્પના હોય તેવી ખોટી વાત ઠોકી બેસાડવાના ભાજપના આ બધા જ ખોટા ટાઈફા છે. તેવું પણ અહીં લોક મુખે ચર્ચાઈ છે. જો પ્રજા ભાજપને મત નહીં આપે તો તેવા લોકોનો વિકાસ નહીં થાય તેવી રીતે પ્રજાને ખોટી રીતે ફોસલાવી અને અસમંજસમાં મૂકે છે. ભાજપ કોંગ્રેસના કાર્યકરોને પોતાનામાં ભેળવી લોકોને ભ્રમિત કરે છે. ભાજપમાં ભરૂચ ઝાડેશ્વર વિસ્તારના કૌશિક પટેલ અને અન્ય કાર્યકરોને જોડી રાજરમત રમી ભાજપ પોતાની જીતના કવા-દાવા કરી રહ્યું છે. પરંતુ ભરૂચની પ્રજા ભોળી નહીં પણ શાણી પ્રજા છે. આવનારા દિવસોમાં ભાજપના ભ્રમિત પ્રચારના ભૂક્કા નીકળી જશે અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પ્રજા ભાજપ વિરોધી મતદાન કરશે તેવું અખબારો ના માધ્યમથી જાણવા મળે છે. લોકો દરવખતે ના છેતરાય પ્રજાની માંગણીઓ સંતોષાય તેવી નીતિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પણ આગળ નીકળશે. ભાજપને એવા ભ્રમમાંથી બહાર કાઢશે કે ભાજપ સિવાય અન્ય કોઈ વિકલ્પ છે જ નહીં. કોંગ્રેસ પણ પોતાના નેટવર્ક થકી બહોળા કાર્યકરો સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને જીત નિશ્ચિત કરશે તેવું પણ ભરૂચના રાજકીય તજજ્ઞોએ જણાવ્યું છે. ઉપરાંત સ્થાનિક યુવાનો ની બેરોજગારી સહિતના પ્રશ્ને યુવાનો પણ ભાજપની નીતિ નો વિરોધ કરે છે. ત્યારે ભાજપની સરકારે ભરૂચ જિલ્લાની કંપનીઓમાં સ્થાનિક યુવાનોને બેરોજગારી પૂરી ન પાડી આથી યુવાનો પણ એક તરફ ભાજપ સરકારની નીતિ ની સાથે ના હોય તેવો ઘાટ ઘડાયો છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.