લીંબડી તાલુકાનાં ભાલ પંથકમાં ઝાકળ ભર્યું વાતાવરણ અનુભવાયું હતું. હાલ ઠંડીનો પારો સતત ગબડયો હોય લીંબડી પંથકમાં ભારે ઠંડી સાથે ઝાકળ ભર્યું વાતાવરણ અનુભવાયું હતું. લીંબડી તાલુકાનાં ભાલ પંથકમાં આણંદપર, કમારપર, બળોલ, હડાળા પંથકમાં જાણે ઝાકળની ચાદર છવાઈ ગઈ હોય તેવું વાતાવરણનો નજારો અનુભવાયો હતો. લીંબડીમાં 100 મીટરની દૂરી પર ધૂંધળું વાતાવરણ થઈ જવા પામ્યું હતું. ઝાકળનાં કારણે ખેડૂતોને જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
અહીં નોધનીય છે કે ઝાકળ પડતાં ખેડૂતોનો જીરાનો પાક નિષ્ફળ જાય પરંતુ આજના ધુમ્મસ ભર્યા વાતાવરણમાં લીંબડી પંથકનાં ખેડૂતોએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે જીરાનો પાક નિષ્ફળ ના જાય અને ધુમ્મસ ભર્યું વાતાવરણથી નુકસાન ન થાય. શિયાળાની ઋતુમાં ઝાકળ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાય છે પરંતુ ધરતી પુત્રોને નુકસાન ન થાય તે પણ અત્યંત મહત્વનું બની રહે છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર