Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં યુવાન પરણિતાનું શંકાસ્પદ મોત…

Share

કરજણ તાલુકાના વલણ ગામે લગ્નનાં માત્ર છ માસમાં જ યુવાન પરણિતાનું શંકાસ્પદ મોત થયા હોવાના આક્ષેપ સાથે પિતા દ્વારા કલેક્ટર અને પોલીસમાં લેખિતમાં રૂબરૂ ફરિયાદ કરાતા વલણ કબ્રસ્તાનમાં દફનાવેલી યુવતીની લાશ બે સપ્તાહ બાદ મામલતદાર પોલીસ તપાસ અધિકારી બંધોબસ્ત સાથે બહાર કઢાઈ હતી.પરંતુ બોડી ડિકમ્પોઝ હાલતમાં હોવાથી વડોદરા SSG હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે હજુ પણ સાહિનાનું મોતનું રહસ્ય ખુલવામાં પ્રતિક્ષા કરવી પડશે.

શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના વલણના મોહસીન સાથે 21/6/20 લગ્ન થયા હતા. 5/1/21 ના રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં સાહિનાના દીયર ઇકો ગાડી લઈ ડ્રાઇવર સાથે આવેલ વેવાઈ ઈબ્રાહીમભાઈ બીમાર છે તમને ખૂબ યાદ કરે છે એવું કહી મુસાભાઈ અને તેમની પત્નીને લઈ ગયેલ હતા. ગાડી વલણ જવાના બદલે પાલેજ હોટલ ઉપર પહોંચી જ્યાં વેવાઈ દેખાઈ આવતા પિતા મુસભાઈના હોશ ઉડી ગયેલ વેવાઈ ઈબ્રાહીમભાઈ એ કહેલ તમારી દીકરી બીમાર છે દવાખાને છે.

એવી રીતે માતા-પિતાનું રાત્રી રોકાણ પાલેજ કરાયું હતું. વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં માતા-પિતાને કહેવામાં આવ્યું તમારી દીકરીનું મૃત્યુ થયું છે દવાખાનેથી વલણ લાવે છે. વલણ ગામે જનાજો તૈયાર હતો પિતા મુસાભાઈના જણાવ્યા મુજબ દીકરી સાહિનાનું મોઢું જોતા નાકમાંથી લોહી નીકળતું જોઈ વેવાઈને પૂછતા ગલ્લા-તલ્લા કરેલ યોગ્ય જવાબ આપેલ નહીં જેનાથી દીકરીના મોત બાબતે સાહિનાના પિતાને શંકા ઉત્પન્ન થઈ હતી.

Advertisement

12/1/21 ના રોજ વલણ ગામે મુસાભાઈ દીકરી સાહિનાના કબર ઉપર ફૂલ ચઢાવવા ગયેલ ત્યારે ગામના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુસાભાઈને કહેલ કે તમારી દીકરીને સાથે અજુગતુ થયું છે. એવું સાંભળતા જ મુસાભાઈની પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી પિતામાં અગાઉની શંકા દીકરીનું મોત રહસ્યમય એ નકકી થઈ ગયું હતું. પિતા મુસાભાઈ એ 15/1/21 ના કરજણ પોલીસ સ્ટેશને, 19/1/21 ને જિલ્લા કેલેક્ટર, જિલ્લા પોલીસ વડાને દીકરીની શંકાસ્પદ મોત ફરિયાદ કરવામાં આવી હતી. સાહિનાની બોડી પી.એમ માટે વડોદરા એસ એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ છે. સાહિનાનું મોત કઈ રીતે થયું તે તો પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સાહીનાના મોતનો સમગ્ર કિસ્સો હાલ તો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

પાકિસ્તાનમાં ગુપ્ત માહિતી પહોંચાડવાનો મદદગારી ગોધરાનો અનસ ગિતૈલી UP ATS નાં સંકજામા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!