કોરોના મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં વેકશીનનો જથ્થો આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે, ત્યારે જિલ્લામાં 12000 વેકશીનનાં જથ્થા સામે અત્યાર સુધી 1000 હજારથી વધુ લોકોને વેકશીનનાં ડોઝ અપાયા છે, રાહતની બાબત એ છે કે જિલ્લામાં અત્યાર સુધી વેકશીનને લઇ કોઈ આડ અસર જોવા મળી નથી જેથી તંત્ર પણ સારી રીતે વેકશીનેશનની પક્રિયામાં જોતરાયેલું જોવા મળી રહ્યું છે.
તંત્ર દ્વારા પ્રથમ 3 ચરણ માં 3 સેન્ટર, ચોથા ચરણમાં 6 સેન્ટરમાં અને પાંચમાં ચરણમાં 9 સેન્ટર પર વેકશીન કામગીરી હાથ ધરવામાં આવી છે,જેમાં ચોથા ચરણ સુધી 895 લોકોએ અને પાંચમાં ચરણમાં એટલે આજે કુલ 9 સેન્ટર પર આ લખાય છે ત્યાં સુધી 122 લોકોને વેકશીનનાં ડોઝ આપવામાં આવ્યા છે. આમ જિલ્લામાં કુલ વેકશીનેશન ડોઝનો આંકડો માત્ર 5 દિવસ 1000 ને પાર પહોંચ્યો છે..!!
Advertisement