આ હવા પ્રદુષણનો કોઈ ઉપાય નહિ, જી હા અંકલેશ્વરમાં જાણે કે ચાલુ માસમાં વાયુ પ્રદુષણ થમવાનું નામ નથી લઈ રહ્યું, અંકલેશ્વરમાં વાયુ પ્રદુષણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત કહી શકાય તેમ છે..!!
આજે AIQ ઈન્ડેક્સમાં આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો છે, જાન્યુઆરી માસમાં સતત વાયુ પ્રદુષણ જોખમી સ્થિતિમાં છતાં તંત્રની ઢીલી નીતિ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે…!!
ઉધોગો, ડસ્ટ કે વાહનોમાંથી ફેલાતું પ્રદુષણ આ તમામ બાબતો હાલ તો અંકલેશ્વરમાં વધતા પ્રદુષણને પર્યાવરણ પ્રેમીઓ જવાબદાર માની રહ્યા છે તો વધતા જતા વાયુ પ્રદુષણને જો વહેલી તકે અંકુશમાં ન લેવામાં આવે તો લાંબા ગાળે અંકલેશ્વર અને જિલ્લાનાં લોકોના સ્વાસ્થ પર તેની ગંભીર અસરો સર્જાય શકે તેમ પણ માનવામાં આવી રહ્યું છે..!!
હાલ તો આ પ્રકારની સર્જાયેલ સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર, જીપીસીબી, ઔધોગિક એકમો તેમજ ખરાબ માર્ગનાં કારણે સર્જાતા ટ્રાફિક અને ઊડતી ધૂળ મુદ્દે સ્થાનિક નગરપાલિકા અને નોટિફાઇડ ઓથોરિટી સહિતના વિભાગોએ તુરંત એક્શનમાં આવવાની તાતી જરૂરિયાત છે..!!