– બેન્ક કર્મીઓને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ.
– ડિજિટલ ઇન્ડિયા વાત વચ્ચે બેંકના ઉદ્ધતન વહીવતથી ગ્રાહકો પરેશાન.
સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેન્ક અને જે-તે ઠેકાણે મુકવામાં એ.ટી.એમ મશીનો ખોરંભે જતા વહીવટને કારણે ગ્રાહકો મુશ્કેલી મુકાઈ રહ્યા છે. ઉમરપાડાના મુખ્ય મથકે આવેલ એ.ટી.એમ મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા ગ્રાહકો બેંકના ધક્કા ખાઈ રહ્યા છે અને બેંક કર્મીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.
એકતરફ સરકાર દેશને ડીઝીટલ બનાવવા પર ભાર મૂકી રહી છે. ગરીબ લોકોના બેંકમાં ખાતા ખોલાવામાં આવી રહ્યા છે. રૂપિયાની લેવડ દેવડ પણ કેશલેશ થાય તે માટે સદંતર પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ કોઈક રીતે સરકારની ડીઝીટલ વાતો વચ્ચે બેન્કના કામકાજ પાછલા બારણે ડીઝીટલ અળગી થતી હોઇ તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જિલ્લાના આદીવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકા મથેક આવેલા એસ.બી.આઈ બેન્ક શાખાની બાજુમાં જ બેંકનું એ.ટી.એમ મશીન આવેલું છે. પરંતુ આ મશીન શોભાના ગાંઠિયા સમાન હોઈ તેવું સાબિત થઈ રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિના જેટલો સમયાંતરથી આ મશીન બંધ હોવાનું માહિતી સામે આવી રહી છે. આ જ અંગે બેંકના કર્મચારીઓને પણ રજૂઆતો કરવામાં આવી રહી છે પંરતુ બેંકના કર્મી આ અંગે ઉદાસીન હોઈ તેવું દેખાઈ આવે છે. ખાસ ગ્રાહકોને ખુબ જ જરૂરી કામકાજ હોય તેવા સમયે પણ આ બિનઉપયોગી નીવડી રહ્યું છે. ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને બેંકોના કામકાજ પરથી ગ્રાહકોનો પણ વિશ્વાસ ઉઠી રહ્યો હોય તે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે મુખ્ય મથકે મુકવામાં આવેલ આ એ.ટી.એમ મશીન વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.