ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે તારીખ 22 નાં રોજ કરજણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની શરૂઆત તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર તેમજ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કરજણ તાલુકામાં સૌપ્રથમ ડોક્ટર બિપિન ભાલુએ રસી મુકાવી રસીકરણનો લાભ લીધો હતો ત્યારબાદ ૧૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી ડોકટરોએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે રસીનો પહેલો ડોઝ લીધો છે મને કોઈ તકલીફ થતી નથી સામાન્ય ઈન્જેકશન લઈએ તેવો જ અનુભવ થાય છે. આ પ્રસંગે ડૉ. બિપિન ભાલુને ધારાસભ્ય હસ્તે સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા.
Advertisement