કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના થકી માંગરોળ તાલુકાનાં આદિવાસી વિસ્તારના ૨૮ ગામોનાં ખેડૂતોની ૩૦ હજાર એકર જમીનમાં સિંચાઇનો લાભ પહોંચાડવાની યોજના લાવવામાં સિંહફાળો આપનાર કેબિનેટ મંત્રીશ્રી માન.ગણપતસિંહ વસાવાનો સમારંભ લવેટ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.આ વિસ્તારનાં ખેડૂતો દ્વારા તેમનું સ્વાગત કરી તેમને વધાવી લેવામાં આવ્યા હતાં.લવેટ ગામનાં બસસ્ટેન્ડથી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને બળદગાડામાં બેસાડીને લાવવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમાં શ્રી દિલીપસિંહ રાઠોડ,હર્ષદભાઈ ચૌધરી, દિપકભાઈ વસાવા,જગદીશભાઈ ગામીત,રમેશભાઈ ચૌધરી,ઉમેદભાઈ, અફઝલખાન પઠાણ અને અન્ય મહેમાનો,કાર્યકર્તાઓ અને આજુબાજુનાં ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત છોડાયેલું પાણી ખેડૂતોનાં ખેતર ખાતે પહોંચ્યા હતાં. કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા તાપી નદીનાં નીરને વધાવી લીધા હતાં જેથી આ વિસ્તારનાં ખેડૂતોમાં ખુશીની અનોખી લહેર વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓના હુમલાથી મૃત પામેલ પશુઓના ૫ જેટલાં પશુપાલકોને રૂ.૬૦,૦૦૦/- નાં ચેકોનું વિતરણ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.