ભરૂચ શહેરમાં પ્રતિ વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા આગવી પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે.
આ વર્ષે ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા MBA ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કરનાર હેત્વી ભવ્યતભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું છે.
ભરૂચની હેત્વીને શિક્ષણમંત્રી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું હતું. ભરૂચ એકેડમીક એસોશિએશનનાં સભ્યોએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થિનીનું સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું.
આ તકે એકેડમીક એસોશિએશન પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યુ હતું કે શિક્ષિત કન્યાએ જ વિકસિત સમાજની સાચી ઓળખ છે શહેરની તેજસ્વીની વિદ્યાર્થિની રાજય તથા રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ ઉજજવળ કરે તે માટે સમગ્ર સમાજે પોતાનો ફાળો આપવો જોઈએ.
Advertisement