વાગરા વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય અરૂણસિંહ અજીતસિંહ રણા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને ખેડૂતો માટે રવી સીઝન પાકનાં ઉત્પાદનનાં ખરીદ સેન્ટરો શરૂ કરવા એક લેખીપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે ભરૂચ, વાગરા, આમોદ, જંબુસર તમામ તાલુકામાં શિયાળુ રવી સીઝન પાક “મગ” ઉત્પાદનનું ખરીદ સેન્ટર સરકારની એમ.એસ.પી યોજના હેઠળ આપવાની માંગણી કરી છે.
આ વર્ષે ભરૂચ જીલ્લાનાં તાલુકામાં મગનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે તો સરકાર દ્વારા એમ.એસ.પી યોજના હેઠળ ચાર તાલુકા મથકો ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસરમાં ખેડૂતોની નોંધણી કરી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ખેડૂતોને વાવેતરનું વળતર પ્રાપ્ત થાય તો આ ખરીદ કેન્દ્રો મંજૂર કરી સમયસર કાર્યક્રમ બહાર પાડવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાને લેખિત રજૂઆત કરી છે.