અંકલેશ્વરમાં શેરડી ભરેલા ઓવરલોડેડ ટ્રકોનો વિડીયો વાઇરલ થયો છે. આ અગાઉ પણ આ પ્રકારનાં જોખમી રીતે ઓવેલોડેડ વાહનોથી અકસ્માત સર્જાયો હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ફરી એક વખત આજે ઓવરલોડેડ શેરડીનાં ટ્રકો અંકલેશ્વરમાં જોવા મળતા પોલીસ વિભાગ પર સ્થાનિક રહેવાસીઓએ સવાલો કર્યા છે.
અંકલેશ્વરમાં અવારનવાર સમસ્યાઓ સામે આવતા સ્થાનિક તંત્ર પર સવાલો ઊભા થાય છે તો તાજેતરમાં ઓવરલોડેડ શેરડીનાં ટ્રકોનો વિડીયો વાઇરલ થતાં લોકોમાં તેમજ જાહેરમાર્ગ પરથી જોખમી રીતે પસાર થતાં વાહનોનો વિડીયો વાઇરલ થતાં સ્થાનિક વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોળે દિવસે આ રીતે ઓવરલોડેડ શેરડી ભરી વહન થતી ટ્રકો અંકલેશ્વરનાં રહેવાસીઓ માટે અત્યંત ચિંતાનો વિષય છે. આ અગાઉ પણ ઝધડિયા નજીક આ રીતે ઓવરલોડેડ ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરનાં લોકમુખે ચર્ચાય છે કે જાહેર રસ્તા પર આ પ્રકારની ઓવરલોડેડ ટ્રક પલટી મારે તો આખરે કોની જવાબદારી ? તેવા સવાલો અહીંનાં સ્થાનિકોએ કર્યા છે ? આ ઉપરાંત ચોકેચોકે રસ્તા પર સામાન્ય પ્રજા પાસેથી અવારનવાર દંડ વસૂલતી પોલીસે આ પ્રકારની ટ્રક પર કેમ કોઈ કાર્યવાહી ન કરી તે સહિતનાં સવાલો પોલીસની કામગીરી પર ઉઠયા છે.
અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…
Advertisement