*આરસીસી રસ્તો તોડવામાં પણ તંત્ર ગોબાચારી કરી પંદર મિનિટ નો રસ્તો તોડ્યો અને અન્ય નદી ઉપરના આર સી સી રસ્તા દેખાવ પૂરતા પોપડા ઉખડયા.
*ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરસીસી રસ્તો તોડવાની કામગીરી.. કિન્નાખોરી રાખવામાં આવતી હોવાના આરસીસી રસ્તો બનાવનાર સંદીપ પટેલના આક્ષેપ.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર માટીના પાળા અને આર સી સી રસ્તા બનાવવાના અનેકવાર કૌભાંડો સામે આવી રહ્યા છે જેમાં ભરૂચના પાલેજ થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ ઓજ ગામે નર્મદા નદીમાં 500 મીટર આરસીસી રસ્તો બનાવી દેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો જેના પગલે વડોદરા ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ ઉપર દોડી જાય આરસીસી રસ્તો તોડવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આ રસ્તો તોડવામાં પણ ગોબાચારી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
ભૂમાફિયાઓ એ નર્મદા નદીમાં સામે પારથી આપાર માટી ખનન કરેલા વાહનો પસાર કરવા માટે નર્મદા નદીમાં જ રાતોરાત આરસીસી રસ્તો બનાવી દીધો હતો જે સમગ્ર મુદ્દો મીડિયાના એણે ચડતા કુંભકર્ણની નિંદર માં રહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાબડતોબ જાગીને ઓજ ગામે નર્મદા નદીમાં બનાવેલા આર સી સી રસ્તા ની મુલાકાત લીધી હતી નર્મદા નદીમાં બનાવેલા આરસીસી રસ્તામાં 500 મીટર નો આરસીસી રસ્તો જોઈ અધિકારીઓ ચોંકી ઊઠયા હતા જોકે સમગ્ર પ્રકરણમાં આરસીસી રસ્તો નર્મદા નદીમાં બનાવ્યો હતો પરંતુ આરસીસી રસ્તો બનાવનાર સંદીપભાઈ શંકરભાઈ પટેલે પોતાની જમીનમાંથી રસ્તો બનાવ્યો હોવાનું રટણ કર્યું હતું ત્યારે નર્મદા નદીમાં પ્રાઇવેટ જમીન કેવી રીતે આવી તે પ્રશ્નો ઉભા થયા છે
કાયદાની જોગવાઇ મુજબ કોઈપણ સ્થળોએ પાણીનું વહેણ ધમધમતો હોય તો તે જગ્યા સરકાર હસ્તક હોય છે અને કાયમી ધોરણે પાણીનું વહેણ અટકી જાય અને તે જમીન જમીનદારે પરત મેળવી હોય તો સરકારમાં પ્રોસેસ કરવાની હોય છે પરંતુ આરસીસી રસ્તો તોડવામાં સરકારની જમીન માત્ર 15 મીટર હોવાનું જણાવી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ માત્ર 15 નો આરસીસી રસ્તો તોડી સંતોષમાની લીધો છે તારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કાયદાનું ભાન ન હોય તેવા આક્ષેપો માછીમારો કરી રહ્યા છે સમગ્ર આરસીસી રસ્તો તોડવાની કામગીરી માં પણ અધિકારીઓએ પોતાની શંકાસ્પદ ભૂમિકા ભજવી હોય તેવા અહેવાલો મળી રહ્યા છે આરસીસી રસ્તો માત્ર ૧૫ તોડી અન્ય રસ્તાઓ પણ માત્ર પોપડા ઉખડી સંતોષ માની લીધો છે જેના ઉપરથી સાબિત થયું છે કે અધિકારીઓના જ ભૂમાફિયા ઉપર છુપા આશીર્વાદ હોય કાંતો ભૂમાફિયાઓ અધિકારીઓને વધારે ખુશ કરતા હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે સમગ્ર પ્રકરણમાં મીડિયાના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે દેખાવા પૂરતો આરસીસી રસ્તો તોડી સંતોષ માન્યો છે તેવું કહેવાય છે પરંતુ અધિકારીઓની સમગ્ર કામગીરીમાં શંકાસ્પદ ભૂમિકા જણાઈ રહી છે.