ગુજરાત સરકાર દ્વારા મહિલા વિકાસ માટેની અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે ત્યારે લીંબડી ખાતે આવેલ લીંબડી એચડીએફસી બેન્ક પાછળ છેલ્લા ત્રણ માસથી ચાલતા શિવણ કલાસિસ ચાલી રહયા છે ત્યારે આજ રોજ આ શિવણ કલાસ ખાતે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા બહેનો માટે ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમ ગાંધીનગર પ્રયોજીત મહિલા ઉધોગ સાહસિક વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા માહીલાઓ પોતાના પગભર કઇ રીતે બની શકી તેમજ જીવન નિર્વાહ માટે પોતે કઇ રીતે સક્ષમ બની શકે તેની તાલીમ આપવામાં આવી હતી ત્યારે આ સમયે આ તાલીમ કેન્દ્ર ખાતે માનવ અધિકાર નિગરાની સમીતીના જીલ્લા પ્રમુખ ઇલેશભાઇ ખાંદલા અને જીલ્લા મહામંત્રી કલ્પેશકુમાર વાઢેર પણ હાજર રહયા હતા અને આ સિવણ કલાસમાં આવતી મહિલાઓના અધિકાર વિશે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ સિવણ કલાસના શિક્ષક બહેનશ્રી અફસાનાબેન નો ફાળો મહત્વનો રહયો હતો ત્યારે આ કાર્યક્રમમાં આદર્શ બેન્કના બહેન હિનાબેન પડયા તેમજ મહિલા ઉધોગ સાહસિક વિકાસ તાલીમના કો-ઓર્ડીનેટર ગૌરાંગ મેલકીયા હાજર રહયા હતા જેમાં અંદાજીત ૪૦ ઉપરાંત બહેનોએ આ તાલીમમાં ભાગ લીધો હતો
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર