Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાનાં તલોદરા ગામેથી ત્રણ નાસતા ફરતા આરોપી પકડાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામના ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના અંતર્ગત ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવાને મળેલ બાતમી મુજબ પોલીસે ઝઘડીયા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૯૭/૨૦૧૮ માં નાસતા ફરતા આરોપીઓ ચંદુભાઇ કોયાભાઇ વસાવા, લક્ષ્મણભાઇ કોયાભાઇ વસાવા અને જયેશભાઇ ચંદુભાઇ વસાવા ત્રણેય રહે. તલોદરા નવી વસાહત, તા.ઝઘડીયા,જિ.ભરૂચને મળેલ બાતમી મુજબ તલોદરા ગામેથી ઝડપી લીધા હતા. તલોદરાના આ કથિત નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરીને ઝઘડીયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાતા કુલ સંખ્યા 1096 થઈ.

ProudOfGujarat

ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કિયા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!