*સહકાર પેનલ-સમાજ સમપૅણ એકતા પેનલ વચ્ચે સીધી ટક્કર
*બંને પેનલના ઉમેદવારોએ જીતનો દાવો કયૉ,વસાહતનું રાજકારણ ગરમાયું
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામેે કાયૅરત ચાસવડ દુધ મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ની ચુંટણીમાં મહેશભાઈ પટેલની સહકાર પેનલને દુધ ભરવાની કેન અને સમાજ સમપૅણ એકતા પેનલને ગાય-વાછરડાનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. ચાસવડ ડેરી ની વ્યવસ્થાપક સમિતિ ની કુલ ૧૭ બેઠકો માટે અનુસુચિત જનજાતિની બેઠક માટે ૨, નાના-સીમાંત ખેડૂતની બેઠક માટે ૩, સ્ત્રી અનામત બેઠક માટે ૪,અને સામાન્ય બેઠક માટે ૨૬ મળીને કુલ ૩૫ ઉમેદવારી પત્રો ભરાયા છે,૫૯ વષૅ પછી ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણી માં ૪૬૪ મતદારો આગામી ૨૩ જાન્યુઆરી એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે,હાલ ચુંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બંને પેનલના ઉમેદવારો દોર ટુ દોર એટલે કે ઘરે-ઘરે ફરીને ચુંટણી પ્રચાર કાયૅમાં જોતરયા છે,બંને પેનલના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેતા ભારે રસાકસીનો માહોલ જણાતા વસાહતનું રાજકારણ ગરમાયું હતું.