*શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા
દ્વારકા મુકામે ભગવાન શ્રી દ્વારકાધીશજી ના મંદિરે ધ્વજા રોહણ કાર્યક્રમ મા શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, રાજ્ય સંઘ ના પ્રમખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો ની ઉપસ્થિત મા પવિત્ર દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો ધ્વજા રોહણ પેહલા ગુજરાત રાજ્ય સંઘ ની સંકલન સભા પણ રાખવામાં આવી હતી જ્યાં સુરત જિલ્લા માંથી એરિકભાઈ ખ્રિસ્તી ને રાજ્ય સંઘ ના કાર્યધ્યક્ષ તરીકે નિમણૂક પત્ર આપવામાં આવેલ હતા આ ઉપરાંત અન્ય જિલ્લા ના શિક્ષકો ને પણ વિવિધ હોદ્દા આપવામાં આવેલ હતા આ ઉપરાંત શિક્ષણ વિભાગ ના સચિવ ડો વિનોદ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સંઘ ના હોદ્દેદારો તેમજ કિરીટભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતુ, તેમજ શિક્ષણ ને લગતા અન્ય મુદ્દા ની પણ ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ મા સુરત જિલ્લા માંથી કિરીટભાઈ પટેલ,અરવિંદભાઈ ચૌધરી,અનિલભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઇ ચૌધરી, બળવંતભાઈ પટેલ,એરિકભાઈ ખ્રિસ્તી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ