ભરૂચના નોબારીયા સ્કૂલ પાસે આર.સી.સી ના કામમાં ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. અંકલેશ્વરના નોબારીયામાં શાળા પાસેનો બિસ્માર માર્ગનું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. જેમાં તીરડો પડી ગઈ તેવી સ્થાનિક રહેવાસીઓએ વિડિયો વાયરલ કર્યા છે. અહીંના વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે જ આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડમાં હાલ તિરાડો પડી ગઈ છે. અત્યંત નબળી કક્ષાનો માલ મટિરિયલ વપરાયું હોય તેવા અહીંના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં જાગૃત નાગરિકે આ રસ્તાનો વિડીયો અને ફોટા વાયરલ કરી અંકલેશ્વર નગરપાલિકાની ભ્રષ્ટ નીતિ સામે અને નબળી કામગીરીના આક્ષેપો કરી સવાલો ઉભા કર્યા છે. અત્રે નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા અનેક પ્રકારના કાર્યોમાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી હોય છે. પરંતુ અહીં સપ્તાહ પહેલા બનાવાયેલા રોડ વિશેના વિડીયો સ્થાનિક રહેવાસીઓએ બહાર પાડી ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને ખુલ્લી પાડી છે. અહીં વસવાટ કરતાં રહેવાસીઓએ જણાવ્યું છે કે આ બનાવાયેલ રોડ અત્યંત નબળી કક્ષાનો છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
અંકલેશ્વર નોબારીયા સ્કૂલ પાસે રસ્તાની દુબળી કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ કર્યા સવાલો જાણો વધું
Advertisement