ગુજરાતમાં ઉર્જા વિભાગની સાત કંપની (ડીજીવીસીએલ/પીજીવીસીએલ/એમજીવીસીએલ/યુજીવીસીએલ/જેટકો-સબસ્ટેશન/જીસેક-પાવર સ્ટેશન/તથા જીયુવીએનેલ) ઓફિસના તમામ 55 હજાર કર્મચારીઓ સાતમા પગાર પંચના મંજુર થયેલા આનુસંગિક લાભો મેળવવા આખા ગુજરાતમાં તમામ વીજ કચેરીઓ બહાર બપોરેના રિશેસના સમયમાં ઉર્જા વિભાગ પાસે પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત કરી હતી.
ઉર્જા વિભાગના બધા માન્ય યુનિયન એક મંચ ઉપર આવી એક સુરમાં લડત ઉપાડી આહવાન આપતા ઉર્જા વિભાગમાં સૂત્રોચ્ચારથી આંદોલનની શરૂઆત કરી તમામ યુનિયન દ્વારા બનાવેલ સંયુક્ત સંકલ સમિતિ દ્વારા આહવાન કરતા 21 તારીખે ઉર્જા વિભાગના 55 હજાર કર્મચારીઓ આંદોલનનાં ભાગરૂપે માસ સી.એલ ઉપર ઉતરી જશે.
આજ દિન સુધી 44 હજાર કર્મચારીઓની સિસ્ટમમાં ઓન રિપોર્ટ રજા મૂકી દેવામાં આવી છે જો ઉર્જા વિભાગના 55 હજાર કર્મચારી એક દિવસ માસ સી એલ ઉપર જાય તો ગુજરાતમાં બ્લેક આઉટ થતા કોઈ અટકાવી શકે નહીં તેવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમ નકારી શકાય નહીં. સરકાર વહેલી તકે માંગણીઓ સંતોષે તેવી માંગ ઉઠાવી હતી.
ભરૂચ નર્મદા જિલ્લાની મુખ્ય કચેરી ભરૂચ મકતમપુર ખાતે આવેલ હોય મુખ્ય હોદ્દેદારો મકતમપુર જીઈબી ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર ફરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ભરૂચના મકતમપુર જીઇબી કચેરીના પ્રવેશદ્વાર નજીક કર્મચારીઓએ માસ સી એલ મુદ્દે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં સરકાર કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.