Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા ગામે સુએજ ગટર લાઈન લીકેજ થતાં હાલાકી…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે છેલ્લા કેટલાક સમય પહેલા ગામમાં સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી. વિગતો મુજબ આ ગટર લાઇન વારંવાર જાહેર રસ્તા ઉપર લીકેજ થતી હોઇ, જવાબદાર ગ્રામ પંચાયતથી લઈને જીલ્લાકક્ષા સુધી રજુઆતો થઇ હોવા છતાં આ ગટર લાઈનની ખરાબ કામગીરી અને વારંવાર થતુ લીકેજ દુરસ્ત કરવા તંત્ર બેદરકારી દાખવી રહ્યુ છે.

મળતી વિગતો મુજબ હાલમાં આ સુએજ ગટર લાઈન ઝઘડિયાના હનુમાન ફળિયામાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલા સમયથી આ સુએજ ગટર લાઇનનું ગંદુ ગંધાતું પ્રદૂષિત પાણી જાહેર રોડ પર રોજિંદુ ફેલાઈને તીવ્ર દુર્ગંધ મારી રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદ મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતા નથી. અને તમામ જવાબદારો એકબીજા પર ઠીકરા ફોડી રહ્યા હોવાનુ પણ જાણવા મળ્યુ છે. કોર્ટ રોડ પર લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે હનુમાન ફળિયાના રહીશોએ ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા મથક સુધી આ બાબતની જાણ કરી હોવા પછી પણ હજી સુધી લીકેજ સુએજ ગટરલાઈનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. જે એક તાલુકા મથકની સમસ્યા હોય શરમજનક ગણી શકાય, પરંતુ નેતાઓને આ બધી ક્યાં પડેલી છે! તેમને તો પ્રજાને મૂર્ખ બનાવી મત મેળવવામાં જ રસ છે અને હોંશેહોંશે સત્તા હાંસિલ કરી લેવી છે પરંતુ નાગરિકોના સળગતા પ્રશ્નો બાબતે મૌન સેવી રહ્યા છે, જે લોકશાહી માટે ખતરારૂપ ગણાવી શકાય. હનુમાન ફળિયાના નાગરિકોએ તંત્રને જાણ કરી હોવા પછી પણ છેલ્લા કેટલા દિવસોથી સમસ્યાનુ નિરાકરણ આવતું નથી જો સત્વરે વારંવાર લીકેજ થતી સુએજ ગટર લાઈનનુ કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવે તો ઝઘડિયાના ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી ર‍ાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કરજણના દેથાણ ગામમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના મહિલા પ્રતિનિધિ મંડળે ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડીયાની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીનાં મટીરીયલ ગેટ પાસે મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

વલસાડ જીલ્લામાં ધોધમાર વરસાદ ,મેધરાજાની વરસાદી બેટિંગથી લોકોમાં ખુશીનૌ માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!