Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે હેતુથી યુવા દિન નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

ભારતના પનોતા પુત્ર અને વિશ્વગુરુ એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના યુવા દિન નિમિત્તે શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે હેતુથી એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંકલન સંચાલન ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મોરવા હડફ અને શ્રી ગોવિદ ગુરુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું.

સ્વામી વિવેકાનંદ વિશ્વના એક એવા સંત છે જેમણે યુવાનોનો આત્મવિશ્વાસ વધે અને યુવાનો દ્વારા દેશસેવા દેશનો વિકાસ થાય એવા વિચારો તેમણે આપ્યા છે. તેમના જન્મદિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એસ.એસ.આઈ.પી અંતર્ગત યુવાનો આત્મનિર્ભર બને અને પોતાની ઔધોગિક ક્ષમતા વિકસાવે એવો આ કાર્યક્રમનો હેતુ હતો. શિક્ષિત યુવાનોને રોજગાર કેવી રીતે મળી શકે એ વિષયને અનુરૂપ એક વેબીનાર વેબેક્સના માધ્યમથી યોજાઈ ગયો. જેના કો ઓર્ડીનેટર તરીકે પ્રા. મહેશ જાદવે સફળ ભૂમિકા અદા કરી હતી.

આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકીએ સૌને આવકાર સાથે પંચમહાલના ગામડાઓમાં યુવાનો પાસે આત્મશક્તિ હોવાની વાત અને અહીંની વિશિષ્ટ પ્રકારની નીપજ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક સ્થિતિમાં કેવી રીતે પગભર થઈ શકાય એની માહિતી આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણનો શુભેચ્છા સંદેશ કોમર્સ ડિપાર્ટમેન્ટના કો ઓર્ડીનેટર અજય સોનીએ આપ્યો હતો. જેમાં તેઓએ રોજગારીની તકો તથા યુનિવર્સિટીની વિવિધ સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના એડિશનલ કમિશનર એન. માધુએ ભારત વિશ્વગુરુ બની શકે એની ક્ષમતાઓની વાત કરી હતી. 137 કરોડ લોકોનાં 137 કરોડ સપનાઓ સાકાર કરવાનું આપણા સૌનું સહિયારું સ્વપ્ન છે એમ તેઓએ જણાવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. કે જી છાયાએ વિશ્વના અન્ય દેશોના વિવિધ સ્વરોજગારીનાં ઉદાહરણો આપીને આ પ્રકલ્પને સમજાવ્યો હતો.

પરિસંવાદના મુખ્ય વક્તા અને આઈઆઈટી દિલ્હીના રતીશ વાહીએ પીપીટીના માધ્યમથી માર્કેટ નેટવર્કીંગ શું છે અને તેના માટે ક્યાં ક્યાં જગ્યાઓ છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં આ કઈ રીતે ઉપકારક છે તથા આજનો આ યુગ નેટવર્કનો યુગ છે જેમાં પરસ્પરના જોડાણથી કેવો વિકાસ અને કઈ રીતે થઈ શકે એ વિગતવાર સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. રાજેશ વણકરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું કોઓરડીનેશન પ્રા. મહેશ જાદવ દ્વારા કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર સંકલન પ્રા. મુંજાલસિંહ પરમાર અને પ્રા. ચિંતન જાનીએ કર્યું હતું. 1069 જેટલા લોકો ઓનલાઇન માધ્યમથી એમાં જોડાયા હતા. જેમાં 912 જેટલા વિદ્યાર્થીઓ હતા. 114 અધ્યાપકો હતા. 32 રિસર્ચ સ્કોલર હતા. અને અન્ય લોકો પણ હતા. આ કાર્યક્રમ ગુજરાત સરકારના આત્મનિર્ભર યુવાનના અભિયાન હેઠળ સફળ પુરવાર થયો. અને તેનો યશ યુનિવર્સિટી તેમજ કોલેજને મળ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ભાગ લેતા જિલ્લાનાં બે ખેડૂતોનાં બે દિવસમાં જ બધા ઉત્પાદનોનું વેચાણ થયું.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સિમેન્ટ કોંક્રીટના વધતા આક્રમણને લઇને ખેતીની જમીનો લુપ્ત થવાના આરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!