*ભરૂચ જિલ્લાના મકાનો ઉપર પતંગ રસિકોના સવાર થી ધામા એ કાઈ પો છે ના નરાઓથી વાતાવરણ ગજવી મૂક્યું.
*ભરૂચ જિલ્લામાં મકાનો ઉપર સાઉન્ડ સિસ્ટમ વિના પણ લોકોએ મન મૂકીને પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી.
*કોરોના કારમાં ઉતરાયણ પર્વ પણ ફિક્કો પડ્યો..
ભરૂચ જિલ્લામાં કોરોના કહેર વચ્ચે પણ આનંદ ઉત્સાહ ઉમંગ નો પર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણીનો થનગનાટ ગત મોડી રાત્રીથી જોવા મળી રહેયો હતો વહેલી સવારથી ભરૂચના વિવિધ વિસ્તારોમાં અગાસી ઉપર પતંગ રસિકોએ ધામો નાખી સમગ્ર આકાશને રંગબેરંગી પતંગોથી ભરપૂર કરી દીધું હતું લોકોએ પણ પીપોડા અને ચિચિયારીઓથી વાતાવરણ ગજવી મુક્યું હતું
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો માં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો જ્યારે ભરૂચમાં વહેલી સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં મકાનોની અગાસી તથા ધાબા ઉપર પતંગ રસિકોએ પરિવાર સાથે જ ધામા નાખ્યા હતા અને વહેલી સવારથી જ પતંગ રસિકોએ પતંગ ચગાવી એકબીજાની પતંગો કાપીને એ કાઈપો છે ના નાદ થી સમગ્ર વાતાવરણ ગજવી મૂકવા સાથે પીપોળાના અવાજથી પતંગ કાપવા નો આનંદ માણ્યો હતો સમગ્ર ભરૂચ જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળી ઉઠ્યું હતું.