ભરૂચનાં નેત્રંગ તાલુકામાં કાગડાનું શંકાસ્પદ હાલતમાં મોત થાત આરોગ્ય વિભાગની શાખા દોડતી થઈ છે. બર્ડફલુની શંકાથી શું આ કાગડાનું મોત નીપજયું છે તેની ચકાસણી માટે કાગડાનાં મૃતદેહને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
નેત્રંગમાં મોવી રોડ પર આજે એક શંકાસ્પદ હાલતમાં કાગડાનું મોત થયું હતું જેની જાણ તંત્રને થતાં તાત્કાલિક પશુ ડોકટર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બર્ડફલુની શંકાનાં પગલે કાગડાનું મોત થયાનું પ્રાથમિક અનુમાન તંત્ર દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ મૃત અવસ્થામાં મળી આવેલ કાગડાના મૃતદેહને તંત્ર દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
અહીં નોંધનીય છે કે બર્ડફલુની દહેશતનાં કારણે ભરૂચ જીલ્લાનું તંત્ર એલર્ટ બન્યું છે. આજે અચાનક નેત્રંગનાં મોવી રોડ પર કાગડાનો મૃતદેહ જોતાં તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ચકાસણી સહિતની બાબતોની કાળજી લીધી હતી તો આ રીતે થતાં મૂંગા પશુઓનાં મૃત્યુને લઈ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.