Proud of Gujarat
GujaratFeaturedINDIA

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટનાં સહયોગથી આત્મનિર્ભર બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.

Share

– આર્થિક રીતે પછાત મહિલાઓને પગભર કરવા માટે તાલીમ વર્ગ શરૂ કરાયા

– મહિલાઓને “બ્યુટી પાર્લર” નું કામ શીખવાડી સ્વાવલંબી બનાવવા આપવામાં આવશે તાલીમ.

Advertisement

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સહાસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા લધુત્તમ આવક અને ઓછું ભણેલા બહેનો માટે વિશેષ બ્યુટી વિથ ગ્લોરી ” બ્યુટી પાર્લર” તાલીમ વર્ગનું આયોજન કર્યું છે.

આ વર્ગમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિષ્ણાત તજજ્ઞો તેમજ ઈન્ટ્રક્ટર દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગનું ઉદઘાટન પુર્વ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ ઓબેદીન સૈયદ દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના લાઈવલીહુડ કોર્ડિનેટર શીતલબેન તથા રિસોર્સ પર્સન ગીતાબેન અને છાયાબેન તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ સંગીતાબેન ધોરાવાલા, સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો તેમજ તાલીમઆર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ ઓબેદીન સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ કોવિડ- 19 ની ગાઈડ લાઈનનાં નિતી નિયમોના અમલ સાથે શરૂ થતાં લાભાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. તેઓ તાલીમ પ્રાપ્તિ બાદ સ્વરોજગારમાં જોડાઈ પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવે તેવી નિયામકએ આશા વ્યક્ત કરી હતી.


Share

Related posts

ડુંગરી બાયપાસ પાસે સ્પીડમાં વાહન ચલાવતા માનવભક્ષી “દિપડા “ઝડપી સ્પીડબેકરની જરૂરીયાત

ProudOfGujarat

મુસ્લિમ સમાજની લાગણી દુભાવનાર ન્યુઝ-18 ચેનલનાં એન્કર સહિત ડિબેટમાં ભાગ લેનારા તમામ સામે ભરૂચ શહેરનાં જાગૃત મુસ્લિમ યુવાનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી છે.

ProudOfGujarat

દહેજ સુવા ગામની સીમમાં ઝાડીઓમાં જુગાર રમતા ૧૪ જુગારી ઝડપાયા,લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!