Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલનાં PHC, CHC સ્ટાફને 3 મહિનાનો પગાર ન ચૂકવાતા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા.

Share

ભરૂચમાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી વેતન ન ચૂકવતા આજે ભરૂચ જીલ્લા આરોગ્ય વિભાગ કચેરી બહાર સફેદ વસ્ત્ર ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરી માસ સીએલ પર તમામ કર્મચારીઓ ઉતરી ગયા હતા.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2010 ની સાલથી વર્ગ-4 ની કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. સમયાંતરે વર્ગ-3 ની રેગ્યુલર મહેકમની ખાલી જગ્યાઓમાં પણ આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સિંગથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ડી.જી. નકરાણી કોન્ટ્રાકટ હેઠળ સી.એચ.સી., પી.એચ.સી. નાં કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલ છેલ્લા 3 મહિનાથી આ કર્મચારીઓને વેતન ન મળતા આજે ભરૂચની આરોગ્ય કચેરીની બહાર ધરણાં કરી માસ સીએલ પર આ કર્મચારીઓ ઉતરી ગયા હતા અને આ કર્મચારી ગણનાં સુભાષ રવિચંદ સોલંકીએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવતા કહ્યું હતું કે હાલ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ કામ કરે છે. એક તરફ સરકાર કોરોના વોરિયર્સનું સન્માનની વાતો કરે છે તો બીજી તરફ કર્મચારીઓને મળવાપાત્ર વેતન કરતાં નજીવા વેતનમાં કામગીરી કરાવે છે. આથી આ કર્મચારીઓની માંગણી છે કે જો આગામી સમયમાં સરકાર દ્વારા અમારા પગારનું બાકી ચૂકવણું કરવામાં નહીં આવે તેમજ વ્યવસ્થિત કામગીરી નહીં કરાઇ તો રાજયમાં આગમન થતી કોરોના વેકસીનની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Advertisement

Share

Related posts

આમોદમાં અતિવૃષ્ટિના કારણે કૃત્રિમ આફતથી તારાજ થયેલા ગામોની સંદીપ માંગરોલા એ લીધી મુલાકાત.

ProudOfGujarat

વડોદરાની જમનાબાઇ હોસ્પિટલમાં નેત્રહીન મહિલાને ડો. દેવિકા મોટવાણી એ સફળ ઈલાજ કર્યો.

ProudOfGujarat

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!