Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

Share

ભરૂચમાં અવારનવાર મોટરસાયકલ ચોરીનાં ગુના થતાં હોય છે. મિલકત સંબંધી ગુનાઓનું ડિટેકશન કરવા આપેલ સૂચનાનાં આધારે ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રેન્જ આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય જે અન્વયે પી.ઇ જે.બી. જાદવએ અલગ-અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી. સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પ્રયત્નો હાથ ધરતા જેના ભાગરૂપે એવી બાતમી મળી હતી એ ઝધડિયા તાલુકાનાં ગોરાટિયા ગામથી મોટરસાઇકલ ચોરીની લઈને નીકળવાના હોય આ ચોકકસ બાતમીનાં આધારે ઝધડિયા તાલુકાનાં ગોરાટિયા ગામથી કડિયા ડુંગરનાં રોડ પર પોલીસ ટુકડો વોચ તપાસમાં હતી તે દરમિયાન એક મોટરસાયકલ પર ત્રણ ઇસમો સવાર થઈને નિકળા જેની રાજપારડી પોલીસે આકરી પૂછપરછ કરતાં પ્રથમ તો આ મોટરસાયકલ વેચાણથી લીધેલ હોય નામ ટ્રાન્સફર કરવાનું બાકી હોય તેવું રતન કર્યું હતું ત્યારબાદ મોટરસાયકલ સવાર આરોપી (1) અનિલ રમેશભાઈ વસાવા રહે.અવાદર તા.અંકલેશ્વર, જી.ભરૂચ. (2) યોગેશ દિલિપ વસાવા રહે. દધેડા .તા. ઝધડિયા જી.ભરૂચ (3) સંજય મનસુખ વસાવા રહે. અવાદરા તા.અંકલેશ્વર જી.ભરૂચની પોલીસ દ્વ્રારા કડકાઇથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજપરડીમાં તાજેતરમાં સ્ટેશન ગુના રજીસ્ટર નં. a-1199057210003/21 IPC કલમ-379 મુજબ ગુનાના કામે ચોરી ગયેલ હોંડા કંપનીની કાળા કલરની કેસરી પટ્ટાવાળી મોટરસાયકલની ત્રણેય ઇસમોએ ચોરી કરી વીમો પકવીને ભંગારમાં વેચવા જતાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી જેથી રાજપારડી પોલીસે મોટરસાઇકલ સ્વરા ત્રણેય ઇસમોને પકડી પાડી અને હોન્ડા કંપનીની હોર્નેટ મોટરસાયકલ મેળવી ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

નડિયાદના અરેરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મહત્વની કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!