આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવામાં આવતા ભરૂચનાં નારાયણ વિદ્યાવિહાર ખાતે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલે બાળકોને શુભેચ્છા પાઠવી હતી
તેઓએ આ તકે જણાવ્યુ હતું કે અમોએ શાળાનાં વર્ગખંડોને સતત સેનિટાઈઝ કર્યા છે. આજના દિવસે બાળકો શાળામાં પ્રવેશ્યા ત્યારે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. આજથી પ્રત્યક્ષ બાળકોને શિક્ષકો અભ્યાસ કરાવશે. સતત અત્યારસુધી ઓનલાઈન વર્ગોમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓનો સપોર્ટ મળતો રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે.
294 દિવસ પછી આજે ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને સરકારે શાળામાં વર્ગો શરૂ કર્યા છે ત્યારે લાંબા સમય બાદ હર્ષભેર બાળકો શાળાએ પહોંચ્યા હતા ત્યારે સરકારી ગાઈડલાઇનનું શાળા સંચાલકો દ્વારા પાલન કરવામાં આવશે.
Advertisement