Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉત્તરાયણનાં પર્વ પૂર્વે આમોદનાં પતંગ બજારમાં મંદીનો માહોલ, વેપારીઓ ચિંતાતુર.

Share

છેલ્લા કેટલાય દિવસોથી પતંગ રસિયાઓ ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હોય છે. જયારે ઉત્તરાયણના તહેવારને હવે માત્ર આંગળીઓના તેળવે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ ટાણે બજારોમાં પતંગ રસિયાઓની પાંખી હાજરીને લઈ આમોદનાં વેઓરીઓ ગ્રાહકોની અછત સેવી રહ્યા છે.

આમોદનાં વેપારીઓ દ્વારા પતંગનાં તેમજ દોરીઓનાં ઢગલે ઢગલા ઠેર-ઠેર આમોદનાં બજારમાં જોવા મળી રહ્યા છે પરંતુ ખરીદી માટે ગ્રાહકોની પાંખી હાજરીને પગલે વેપારીઓમાં ચિંતાનું મોજુ છવાઈ જવા પામ્યુ છે.

પતંગ દોરીની દુકાન ધરાવતા વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળયુ હતું કે કોરોનાની મહામારીને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદી કરવા આવતા ગ્રાહકોની સંખ્યામાં વ્યાપક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઘરાકી ન હોવાના કારણે વેપારીઓ મુંઝવણમાં મુકાયા હતા. જયારે ઉત્તરાયણનો દિવસ નજીક આવશે તેમ તેમ ખરીદીમાં તેજી આવશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઉત્તરાયણમાં આટલી સાવચેતી રાખજો બાકી થશે તામરી પર ગુનો…

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ હોમગાર્ડ કચેરીની આપખુદશાહીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો.ઇરાદાપૂર્વક કેટલાક હોમગાર્ડને પોસ્ટલ બેલેટ મતથી દૂર રખાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!