*કેટલાક લોકો બાઈક પર આવી અન્ય લોકો સાથે મારામારી કરી રહ્યા હોવાની ઘટના સામે આવી..
*કોમ્પલેક્ષમાં અસામાજિક તત્વોના ન્યુસન્સ થી દુકાનદારોને ભારે હાલાકી.
*દુકાનદારોની પોલીસને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય..
*મોડી રાત સુધી અસામાજિક તત્વો ડીંગો જમાવતા હોવાનો આક્ષેપ.
*કોમ્પલેક્સમાં અસામાજિક તત્વોના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં કેટલાક કોમ્પ્લેક્સોં અસામાજિક તત્વો માટે અડિંગો બની ગયો છે જેના પગલે ગતરોજ જાડેશ્વર રોડ ઉપર આવેલ આઈનોક્સ નજીકના શ્રી રંગ પેલેસ કોમ્પ્લેકસ માં કોઈ કારણોસર કેટલાક યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે પરંતુ આજ કોમ્પલેક્સમાં અગાઉ એક યુવાન દ્વારા પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હોવાની ઘટનાઓ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ધીરે-ધીરે અસામાજિક તત્ત્વોનું ન્યુસન્સ વધી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ સીસીટીવી ફૂટેજ વિડીયો વાયરલ કર્યો છે ત્યારે પોલીસ પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તે જરૂરી છે
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં કેટલાય કોમ્પ્લેક્સોં માં મોડી રાત સુધી લોકોના અડીંગાઓ જામતા હોય છે પરંતુ પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં નીકળતી હોય છે છતાં પણ કોમ્પ્લેક્સોં ના પાર્કિંગમાં પણ ચેકિંગ કરે તે જરૂરી છે ગતરોજ જાડેશ્વર રોડ ઉપરના આઇનોક્સ મલ્ટિપ્લેક્સ નજીકના એક કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં કેટલાક યુવાનો મોટરસાઈકલ ઉપર આવી અન્ય યુવાનો સાથે મારામારી અને ઝપાઝપી કરી રહ્યા હોવાની ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હોવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જોકે કોમ્પ્લેક્સોંમા મોડી રાત સુધી લોકોના અગાઉના પગલે સ્થાનિક દુકાનદારોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોકે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની વારંવાર દુકાનદારોએ માંગણી પણ કરી છે પરંતુ પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો દુકાનદારો કરી રહ્યા છે જેના પગલે ગત રોજ થયેલી મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી ન્યાયની આશાઓ દુકાનદારોએ વ્યક્ત કરી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપરના શ્રી રંગ પેલેસ કોમ્પલેક્ષ મારામારી ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
Advertisement