Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં કામદારોને માર મારી લુંટી લેવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

Share

*ભરૂચ એલસીબીની તપાસ દરમિયાન સગીર વયના બે કિશોરો પકડાયા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઇડીસી માં ગઇ તા.૨૪ નવેમ્બરના રોજ માર્ગ પરથી પસાર થઇ રહેલા બે કામદારોને લુંટી લેવાનો બનાવ બન્યો હતો.મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ આ ઘટનામાં ભોગ બનનારા મજુરોને માર મારીને તેમજ ચપ્પુથી ઇજાઓ પહોંચાડી ને મોબાઇલ તેમજ રોકડા રુપિયા લુંટી લીધા હતા.લુંટ કરીને ફરાર થઇ ગયેલા આ અજાણ્યા ઇસમો વિરુધ્ધ તે સમયે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા પામી હતી. ઔધોગિક વિસ્તારમાં કામદારોને લુંટી લઇને ઇજા પહોંચાડવાની ઘટનાને લઇને ક‍ામદાર વર્ગ ચિંતિત બન્યો હતો. જીઆઇડીસી માં બનેલ લુંટની આ ઘટના બાદ જીઆઇડીસી માં માર્ગ પર એકલદોકલ પસાર થનારા કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારબાદ લુંટ કરનાર અજાણ્યા ઇસમોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી. ભરુચ એલસીબી પોલીસની તપાસ દરમિયાન જીઆઇડીસી માં થયેલ લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.એલસીબી એ આ ઘટનામાં સંડોવાયેલા મનાતા બે સગીર વયના કિશોરોને હસ્તગત કર્યા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ પોલીસે આ તપાસ દરમિયાન આ ઘટનામાં લુંટાયેલ મોબાઇલ ફોન રુ.૧૫૦૦ ની કિંમતનો રીકવર કર્યો હતો.ભરૂચ એલ.સી.બી.પોલીસે જીઆઇડીસી માં કામદારોને માર મારીને લુંટી લેવાની ઘટનામાં સંડોવાયેલા મનાતા બે સગીર વયના કિશોરોને ઝડપી લેતા હવે લુટના આ બનાવમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેનું રહસ્ય ઉકેલવા કવાયત હાથ ધરી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી


Share

Related posts

કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં સીટી બસ સેવા સામે આક્રમક બન્યા રીક્ષા ચાલકો, કહ્યું મન ફાવે ત્યાંથી પેસેન્જરો બેસાડીને લઇ જાય છે સીટી બસ, આ નીતિ બંધ નહિ કરે તો પરિવાર સાથે રસ્તા પર બેસી જઈશું…!!

ProudOfGujarat

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!