ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી અને સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સાગરીતને ઓટોરિક્ષા સાથે ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડયો છે આ બાબતની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના અનુસાર ભરૂચમાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી પોલીસ ની ટિમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવતા એલ.સી.બી ની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે બાતમી મળેલ આ બાતમીના આધારે રીક્ષામાં પેસેન્જર તરીકે એકલ-દોકલ શખ્સો દ્વારા મહિલા અને વ્યક્તિને બેસાડી રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સગીરતને ઝડપી પાડ્યો છે. જેને ગત રોજ અંકલેશ્વર થી વાલિયા ચોકડી ખાતે રીક્ષામાં પેસેન્જરને બેસાડીને તેની નજર ચુકવી તેના ખીસ્સામાંથી રોકડ રકમ રૂપિયા ૧૫૦૦૦ ભરેલા પર્સની ચોરી કરેલ તથા તા.૨૮/૧૧/૨૦૨૦ ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ડેપો સામેથી એક મહિલાને પેસેન્જર તરીકે બેસાડી બધું ચોરી કરી ગયેલ તથા રોકડ રકમ રૂપિયા ૪,૬૧૦૦૦ નો મુદ્દામાલ પેસેન્જર બહેનની નજર ચુકવી ચોરી કરેલ હોય જે આરોપી મહમદ અસફાક ગુલામ અબ્બાસ શેખ રહે. હાલ અમન એપાર્ટમેન્ટ ઘર નંબર ૩૦૫ આશિયાના એપાર્ટમેન્ટ સામે કોસંબા જી.સુરત મૂળ રંગે.મદીના મસ્જિદ પાસે ભાવના નગર થી આગળ લીંબયત સુરતના આરોપીને ઝડપી લઈ બંને ગુણ બાબતે અંકલેશ્વર પોલીસે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ અર્થે શહેર પોલીસ સ્ટેશન માં સોપવામાં આવેલ છે.
અંકલેશ્વરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરનારને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી
Advertisement