માંડવી અને માંગરોળ તાલુકા ના આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.કુલ રૂપિયા 570 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ પાઇપ લાઈન નુ ઉદ્ધઘાટન કરવા માં આવ્યું. ધરતીપુત્રો મા આનંદ ની લાગણી પ્રસરી.કુલ 32કિમી ની લંબાઈ માં માઇલ્ડ સ્ટીલ ની પાઇપ નાખવા માં આવી છે. સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના 61ગામો ના 2025 એકર તથા માંગરોળ તાલુકા ના 28 ગામો ના 28975 એકર વિસ્તાર મળી કુલ 89 ગામો ના કુલ 49500 વિસ્તાર ને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક થકી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામા આવશે. આ યોજના થી 29000 આદિજાતિ ખેડૂતો પરિવાર ને લાભ મળશે.
આ તકે મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટમંત્રી શ્રી ગણપત ભાઈ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનસિંહ ઢોડિયા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ,ઝંખના પટેલ, રાકેશભાઈ સોલંકી, માંડવી, માંગરોળ ના ખેડૂતો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.