નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઇ એસ.ઓ.યુ વીઘાયક મંડળ અને ઈકો સેન્સીટીવ ઝોન તાત્કાલિક રદ થાય તે હેતુથી આજથી કેવડીયા ગામ ખાતે ધરણાનો કાર્યક્રમ કર્યો.
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે ઇકો સેન્સિટીવ ઝોન હટાવો સમિતિ દ્વારા મિટિંગ તેમજ ધરણાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા ઈકો સેન્સીટીવ ઝોન જે 121 ગામમાં લાગુ કર્યો છે તે રદ કરવાની માંગ સાથે કેવડીયા ગામના હેલિપેડ ગ્રાઉન્ડમાં આદિવાસી સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઈકો સેન્સીટીવ ઝોન હટાવો સમિતિના કન્વીનર ચૈતરભાઈ વસાવા તથા સહ કન્વીનર સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો જોડાયા હતા. આ મિટિંગમાં આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાયને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પ્રાસંગિક સંબોધન આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. આ મીટીંગનો મુખ્ય હેતુ ઈકો સેન્સીટીવ ઝોનનો નિયમ રદ કરવામાં આવે તેમજ અમારા 712 માં જે કાચી એન્ટ્રી પાડવામાં આવી છે તે રદ થાય તે રહ્યો હતો અને જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગળના સમયમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમો પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી