Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ – આમોદ માર્ગ પર આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નિપજયું.

Share

પાલેજ – આમોદ માર્ગ પર આઇશર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દોરા ગામમાં રહેતા કિશન અરવિંદ રાઠોડ તેમજ હરેશ સુરેશ રાઠોડ બાઇક પર સવાર થઈ પાલેજ તરફ આવી રહ્યા હતા. ત્યારે વલણ ગામની સીમ પાસે કોઈ વાહનને ઓવર ટેક કરી સામેથી આવી રહેલા આઇશર ટેમ્પો સાથે ધડાકાભેર બાઈક અથડાતા અક્સ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર કિશન નામના યુવાનનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે બાઇક પાછળ સવાર હરેશને પગના ભાગે ઇજાઓ થતા ૧૦૮ દ્વારા પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલેષભાઇએ ઘટના સ્થળે પહોંચી કિશન ના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

રાજપીપળાનાં મુસ્લિમ અગ્રણી અને પાલિકનાંના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરઇલાહીનું પ્રચાર દરમિયાન ઠેર-ઠેર સ્વાગત કરયું.

ProudOfGujarat

વર્ષાઋતુમાં આકાશમાં ચમકતી વીજળીથી કેવી રીતે બચી શકાય ! જાણી લો ઉપાયો.

ProudOfGujarat

મેઘરાજા ફરી સક્રિય : રાજ્યમાં પાંચ દિવસની વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!