ભરૂચ તાલુકાના બંબુસર ખાતે ગામના કબ્રસ્તાનમાં હઝરત અબ્દુરરેહમાન શાહ અને આલમશાહ બાવાની સાયકાઓ જૂની દરગાહ આવેલી છે. જેનું બાંધકામ સદીઓ પુરાણું હતું જે સમય જતાં જર્જરિત હાલતમાં થવા જઈ રહ્યું હતું.
આના લીધે ગામની દરગાહ અને મસ્જિદ કમિટીએ આ દરગાહનો જીર્ણોધ્ધાર કરવાનું નક્કી કર્યું હતું. આના માટે નાણાકીય ભંડોર બબુંસરના ગ્રામજનો, યુ.કે અને દ.આફ્રિકા ખાતે વસતા બબુંસરના વતનીઓએ એકત્ર કર્યો હતો. આ દરગાહનું જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન થતા આજરોજ તા. 8.1.2021 ને શુક્રવારના રોજ પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ વાળા બાવા સાહેબ, બબુંસર જુમ્મા મસ્જિદના પેસઇમામ, મસ્જિદના મુતવલ્લી હાફઝ ફરીદ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા. આ પ્રસંગે કુરાન ખાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement